Skip to main content

Posts

Showing posts from July, 2024

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

   Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશભા

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

નવસારી  ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ. આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ હતી. આજરોજ તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોય, રાજ્યની મહિલાઓના સર્વાંગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર બેઠક યોજાઈ. @CMOGuj @WCDGujarat @InfoNavsariGoG pic.twitter.com/gaKRcuh8R1 — Collector & DM Navsari (@CollectorNav) July 29, 2024

દાંડી બીચ, નવસારી, ગુજરાત

 દાંડી બીચ, નવસારી, ગુજરાત તે બધું 12મી માર્ચ, 1930ના રોજ અમદાવાદથી શરૂ થયું હતું અને ગુજરાતના નવસારી જિલ્લાના એક નાના શહેરમાં પરિણમ્યું હતું. ત્યારથી દાંડી બીચ તેના સ્વતંત્રતા માટેના સંઘર્ષ માટે ઇતિહાસમાં એક અગ્રણી સ્થાન ધરાવે છે. પ્રખ્યાત દાંડી કૂચ ઉર્ફે મીઠું સત્યાગ્રહ મહાત્મા ગાંધી સિવાય બીજા કોઈના મગજની ઉપજ હતી. જોકે તે યુગમાં ઘણા લોકો દ્વારા સોલ્ટ ટેક્સ પર વિરોધનો વિચાર હાસ્યાસ્પદ માનવામાં આવતો હતો, તેમ છતાં ગાંધી દાંડી અને ઇતિહાસના પુસ્તકોમાં તેમની મેરેથોન પદયાત્રા સાથે આગળ વધ્યા હતા. સુરતથી 50 કિ.મી.ના અંતરે સગવડતાપૂર્વક સ્થિત છે, તે તમામ સુરતીઓ માટે મુલાકાત લેવાનું આવશ્યક સ્થળ છે. દાંડી નવસારી જિલ્લા હેઠળ આવે છે અને નવસારી રેલ્વે સ્ટેશનથી લગભગ 13 કિમી દૂર છે. સુરતથી દાંડી સુધીની રાઈડ સચિનના અમુક ખરાબ પેચ સિવાય (હા, ગુજરાતમાં સચિન નામની જગ્યા છે) જ્યાં ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે તે સિવાય ખૂબ જ આરામદાયક છે. એકવાર તમે નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 228 પર પહોંચ્યા પછી તમને દાંડી બીચ પર લઈ જશે, જ્યાં હાઈવે સમુદ્રને મળે છે. વહેલી સવારે બીચ પર પહોંચ્યા પછી, તે એકદમ નિર્જન હતું. આ મ

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda

Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda 

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

 ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

 નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભા

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

 નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળના વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ - વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ----- નવસારી,તા૧૯: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નો, જિલ્લા સ્વાગત, ડિઝાસ્ટર, પુરવઠા તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ જિલ્લાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની કામગીરી ઘણી સારી છે. રાજ્ય સરકાર સર્વે

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

  Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામા

સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ

સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ સ્માર્ટ કલાસ પ્રોજેક્ટ થકી બંદિવાન ભાઈઓના જીવનમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત થશેઃ બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ:-ગૃહરાજ્યમંત્રી રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છેઃ ધારાસભ્ય સંદિપ દેસાઈ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.                  આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

  Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

  નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ બેઠકમ

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

     પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. Posted by  Amita Patel  on  Friday, July 5, 2024

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા તેના અલગ અ

ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

  ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. તા.03/07/2024 ના દીને ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણી પૃથ્વી પર વધતું જતું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણને ઘટાડવા અને ઓક્સિજન વાયુનું પ્રમાણ વધારવા અને આપણી પ્રકૃતિ બચવા માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્યશ્રી કલ્પેશભાઈ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી મગનભાઈ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી જયેશભાઈ અને ગ્રામજનો સાથે સહકારમાં જોડાયા હતા જય જોહાર *આજરોજ તા.03/07/2024 ના દીને ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન... Posted by  Kalpesh Patel  on  Tuesday, July 2, 2024

Valsad District latest news : 02-07-2024

 Valsad District latest news : 02-07-2024 ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે --- જિલ્લા કલેકટરશ્રીએ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા ૭૯ બાળકો/વ્યકિતઓને બે માસમાં પોલીસે શોધી કાઢ્યા ---- ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 રથયાત્રા તહેવારને પગલે વલસાડ જિલ્લામાં તા. ૧૫ જૂલાઈ સુધી હથિયારબંધી માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨ જૂલાઈ આગામી... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 કપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ... Posted by  INFO Valsad GOV  on  Tuesday, July 2, 2024 વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને "મિશન શક્તિ" યોજના અંતર્ગત ત્રિ-માસિક

Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી.

 Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી. Courtesy: Sandesh news paper  ડાંગ જિલ્લામાં તેરા તહેવારની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેરા તહેવારએ ચોમાસાની ઋતુમાં ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં દરેક તહેવારો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ ૧૫-૨૦ દિવસ વિતી જાય અને અષાઢ માસ આવે ત્યારે તેરા પર્વ ઉજવાય છે, ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતા હોય છે.  આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે. પ્રથમએ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે. એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે. ત્